about

About us

શ્રી ઝાલાવાડ લેઉવા પાટીદાર સમાજ કેળવણી મંડળ, સુરેન્દ્રનગરની સ્થાપના સને ૧૯૮૨ ના વર્ષમાં કરવામાં રજીર્સ્ટડ ટ્રસ્ટ નોંધણીથી કરવામાં આવેલ છે. જેનો ટ્રસ્ટ નોંધણી નંબર - એફ/૧૯૮૨/સુરેન્દ્રનગર થી મદદનીશ ચેરીટી કમિશ્નરશ્રીની કચેરીમાં નોંધાયેલ છે. આ ટ્રસ્ટના મુખ્ય ઉદ્દેશ્ય સમાજને સંગઠિત કરવો, શિક્ષણ પ્રત્યે જાગૃત કરવાનો, સામાજિક કુરીવાજો વિશે સમાજને જાગૃત કરીને દુર કરવા, દીકરીને શિક્ષણ પ્રત્યે જાગૃત કરીને દીકરાની સમકક્ષ બનાવવા, અમુક ખાસ કિસ્સામાં જરૂીયાતમંદોને આર્થિક મદદ રૂપ થવાનો છે.

આ સંસ્થાની શરૂઆત શ્રી ઝાલાવાડ લેઉવા પાટીદાર સમાજ, સુરેન્દ્રનગર સમાજના કાર્યકરો એવા પ્રમુખ, મંત્રી અને ટ્રસ્ટીશ્રીઓ તેમજ સમાજના વડીલો તેમજ વિચારશીલ, દીર્ઘદ્રષ્ટા સમાજ શ્રેષ્ઠીઓના માર્ગદર્શન હેઠળ સમાજના દાતાશ્રીઓ દ્વારા ઈ.સ.૧૯૮૨ થી શરૂ કરવામાં આવી. આ સંસ્થામાં હાલ ધો. ૬ થી ૧૨ સુધીના વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસ્થા પણ ચલાવવામાં આવે છે. આ સંસ્થા દ્વારા દર વર્ષે સમાજ સંગઠિત થાય અને એકતા વધે તે માટે ભોજન સમારંભ સાથે સ્નેહ મિલન રાખવામાં આવે છે. બાળકોને શિક્ષણ પ્રત્યે રૂચી, વધે તેમજ જાગૃત થાય અને બાળકો ઉત્સાહિત થાય તે હેતુ થી ઇનામ વિતરણ કરવવામાં આવે છે. આરોગ્ય લક્ષી મેડીકલ ચેકઅપ, કેમ્પ તેમજ શિબીરોનું પણ આયોજન કરવામાં આવે છે. તેમજ રાહત દરે ચોપડાનું વિતરણ કરીને મદદ રૂપ થાય છે. અને જરૂરિયાત મંદ સમાજનાં બાળકોને મદદરૂપ થાય છે. તેમજ શિક્ષણને લગતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ થાય છે.

Our Vision

૧) સમાજ માં જરૂરિયાત મંદો ને મદદ કરવી. સમાજ ની ઉજળી કારકીર્દી અપાવવી.છે.

૨) સમાજ ના અભ્યાસ કરતાં બાળકોને પુરતું માર્ગદર્શન મળી રહે એવા પ્રયત્નો કરવા.

૩) બીજા સમાજ ના સંપર્ક માં રહી વિચારોની આપ – લે કરાવી.

૪) સામાજી સંબંધો વધુ વિકસીત બને તેમજ દીકરા – દીકરી ના વેવિશાળ માં સરળતા રહે એવા ઉમદા કાર્યક્રમો કરવા.

૫) વર્ષ માં એક – કરતા વધુ વખત મળી ધંધાકીય કારોબાર માં સંકળાયેલા લોકો ને નજીક લાવી અને વેપાર માં આપ – લે કરે એવા પ્રયત્નો કરવા.

૬) મેડીકલ કેમ્પો કરવા જેવા કે.

  • આંખો (મોતીયા) ની તપાસ.
  • બ્લૂડ ડોનેશન કેમ્પ.
  • ડાયાબીટીસ ચેક અપ કેમ્પ.
  • સારા વ્ક્તલ્ય વાળા સેમીનારો રાખવા.
Our Vision
background

Our Latest Activities

Latest Activities

post image

સંસ્થામાં ઉજવાયો શાળા વાર્ષિકોત્સવ કાર્યક્રમ

શ્રી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી મંડળ, સુરેન્દ્રનગર સંચાલિત શાળાઓમાં શાળા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી.

Read More
post image

સંસ્થામાં ઉજવાયો શાળા વાર્ષિકોત્સવ કાર્યક્રમ

શ્રી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી મંડળ, સુરેન્દ્રનગર સંચાલિત શાળાઓમાં શાળા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી.

Read More
post image

સંસ્થામાં ઉજવાયો શાળા વાર્ષિકોત્સવ કાર્યક્રમ

શ્રી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી મંડળ, સુરેન્દ્રનગર સંચાલિત શાળાઓમાં શાળા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી.

Read More
post image

સંસ્થામાં સરદાર સાહેબની જન્મ જંયતિની ભવ્યાતિભવ્ય ઉજવણી

સંસ્થામાં સરદાર સાહેબની જન્મ જંયતિની ભવ્યાતિભવ્ય ઉજવણી

Read More